Blog
મહાપાલિકાનું પ્લાનિંગ: ચોમાસામાં પ્લાન્ટેશન માટે 10 હજાર ટ્રી-ગાર્ડ ખરીદવા કવાય…
- 27 mai 2023
- Publié par : Anouar SMAHI
- Catégorie : Non classé
મહાપાલિકાનું પ્લાનિંગ:
ચોમાસામાં પ્લાન્ટેશન માટે 10 હજાર ટ્રી-ગાર્ડ ખરીદવા કવાયત.
ટ્રી-ગાર્ડ માટે 71 લાખ ફાળવાશે, ગત બેઠકમાં અંદાજ મંજૂર કરાયો.
ટ્રી ગાર્ડનો ખર્ચ ધારાસભ્ય-કોર્પોરેટરોની ગ્રાંટમાંથી કરાશે.
ચોમાસા પહેલાં મહાપાલિકાએ પ્લાન્ટેશન માટેનું પ્લાનિંગ હાથ ધર્યું છે. તે માટે અગાઉથી 10 હજાર ટ્રી-ગાર્ડ બનાવવામાં આવનાર છે. તે માટે રૂપિયા 71 લાખનો ખર્ચનો અંદાજ મંડાયો છે. આ ખર્ચ ધારાસભ્ય અને કોર્પોરેટરોની ગ્રાંટ માંથી ફાળવણી કરવામાં આવશે.
શહેરમાં ગ્રીન સ્પોટ ડેવલપ કરવા માટે દર વર્ષે વૃક્ષારોપણના વિવિધ કાર્યક્રમો થાય છે. પાલિકા ગાર્ડન ખાતા દ્વારા પણ જુદાં-જુદાં પ્લોટો સહિતના સ્થાનો પર કાર્યક્રમો કરે છે. એટલું જ નહીં લોકોને રોપાઓ પણ મફતમાં વહેંચવામાં આવે છે.
ત્યારે આ વખતે પણ ચોમાસા પહેલાં પ્લાન્ટેશન કાર્યક્રમ હાથ ધરવા કવાયત હાથ ધરાઈ છે. ગત ગાર્ડન સમિતિની બેઠકમાં રૂપિયા 71.12 લાખ નો અંદાજ મંજુર કરાયો છે. ધારાસભ્ય અને કોર્પોરેટરોની ગ્રાંટમાંથી ફેબ્રિકેટેડ એમ.એસ.વેલ્ડેડ મેસ ટ્રી-ગાર્ડ બનાવડાવી ઉપયોગમાં લેવાશે. 1.50 મીટરથી ઉંચાઈના 10 હજાર નંગ ટ્રી-ગાર્ડ ખરીદાશે.
#MunicipalPlanning #TreePlantation #GreenCity #MonsoonPlantation #TreeGuards #EnvironmentalConservation #GreenSpaces #UrbanGreenery #SustainableDevelopment #CommunityInitiative #GreenInitiative #suratnews #aapdusurat #monsoonpreplaning
[ad_2]
Source
